અમરેલી: મોટા આંકડીયા ગામે ખનીજ માફિયાઓ દ્વારા દલિત સમુદાય પર જીવલેણ હુમલો
અમરેલી: મોટા આંકડીયા ગામે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી રહી છે, જેમાં સ્થાનિક સામાજિક આગેવાનો અને દલિત સમુદાયના લોકો પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલામાં સામાજિક આગેવાન નરેશભાઈ વાળા, વિકીભાઈ ચાવડા, અને એડવોકેટ નવચેતનભાઇ સહિત અન્ય દલિત સમુદાયના લોકો ગંભીર ઈજાઓ સાથે ઘાયલ થયા છે.
મોટા આંકડીયા વિસ્તારમાં લાંબા સમયથી ખનીજ માફિયાઓ દ્વારા અરાજકતા ફેલાવવામાં આવી રહી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે અવાજ ઉઠાવતા સામાજિક આગેવાનો અને દલિત સમુદાયના હકો માટે લડતા લોકો પર આ માફિયાઓએ આકસર હુમલો કર્યો છે, જેના કારણે વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.