logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગોધરા: જુના વેજલપુર રોડ પર ખાડાઓના કારણે વાહન ચાલકોએ રોંગ સાઈડ ચાલવું પડ્યું

ગોધરા: જુના વેજલપુર રોડ પર રસ્તાની બિસ્માર હાલત અને ખાડાઓને કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓના કારણે વાહનચાલકો સલામત રીતે માર્ગ પસાર થવામાં અડચણ અનુભવતા રોંગ સાઈડમાં વાહન ચલાવવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે.

રસ્તાની બાજુમાં ગેરરીતિથી પાર્ક કરેલી ગાડીઓના કારણે ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની છે. સ્થાનિક લોકો કહે છે કે લાંબા સમયથી આ સમસ્યા યથાવત છે અને જવાબદાર તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. તેઓ તાત્કાલિક સમારકામ અને ગેરરીતિથી પાર્ક કરનારા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

0
1103 views

Comment