ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં સુરક્ષા મુદ્દે બેઠક: P I જે.વી પટેલે દરેક ગ્રામ પંચાયતમાં સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી;......
ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં સુરક્ષા મુદ્દે બેઠક: P I જે.વી પટેલે દરેક ગ્રામ પંચાયતમાં સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી........
તાલુકા પ્રમુખ, તલાટીઓ અને સરપંચો હાજર રહ્યા.....
ચાણસ્મા ગામે કાયદો, વ્યવસ્થા અને પંથકની સુરક્ષાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે તારીખ ૨૬/૦૫/૨૦૨૬ ના રોજ ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે એક વિશેષ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય સ્તરે શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ સ્થાનિક પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવી શકાય તે માટે આ બેઠકમાં પોલીસ પ્રશાસન અને સ્થાનિક જનપ્રતિનિધિઓ વચ્ચે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ મહત્વપૂર્ણ બેઠકમાં ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ (રિદ્ધિબેન દેસાઈ), વિવિધ ગામોના સરપંચો, તલાટી કમ મંત્રીઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરતા ચાણસ્મા પોલીસ સ્ટેશનના P I જે.વી પટેલે ગ્રામ્ય વિસ્તારની સુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો હતો. પંથકમાં ગુનાખોરી અટકાવવા અને ત્રીજી આંખની નજર રાખવા માટે દરેક ગ્રામ પંચાયતને પોતાના વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ખાસ અપીલ કરી હતી. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા જેવા મહત્વના સુરક્ષા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરપંચો અને તલાટીઓએ પોતાના ગામના સ્થાનિક પ્રશ્નો અને સુરક્ષા અંગેના સૂચનો પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આગેવાનોને પૂરતો સહકાર આપવાની અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવાની ખાતરી આપવામાં આવી હતી. સમગ્ર બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા