logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

મેઘરજ: લિબોદરા ગામે ખુલ્લા કૂવામાં ભેંસનું કરુણ મોત

મેઘરજ: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લિબોદરા ગામના વગડાફળી વિસ્તારમાં એક કાળજું કંપાવનારી ઘટના બની છે, જ્યાં સ્થાનિક પશુપાલક ડામોર ઈશ્વરભાઈ રમેશભાઈની માલિકીની ભેંસ ખુલ્લા અને ઊંડા કૂવામાં ખાબકી ગઈ હતી. કૂવો ઊંડો હોવાને કારણે અને પગ લપસવાના કારણે ભેંસને ગંભીર ઈજા થઇ અને તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો.

યુવા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, ભેમાપુરની ટીમ અને મોડાસા નગરપાલિકા ફાયર બ્રિગેડે સંયુક્ત ઓપરેશન ચલાવી કલાકોની મહેનત બાદ ભારે જહેમત સાથે ભેંસના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો. આ ઘટનાના પગલે ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લા કૂવાઓ પ્રત્યે ચિંતા વધતી જોઈ રહી છે. પશુપાલક પરિવાર આ દુઃખદ ઘટનાથી ભારે આઘાતમાં છે અને જીવદયા ટ્રસ્ટ તથા ફાયર બ્રિગેડની ટીમોને આભાર વ્યક્ત કર્યો છે.

3
125 views

Comment