ધાનપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં 'આપ'નો વિજય
ધાનપુર, દાહોદ: ધાનપુર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. બંને પક્ષોએ 12-12 મત મેળવી પરિણામ નિર્ધારિત ન થઈ શક્યું.
નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના સોનલબેન ભુરિયાને વિજય મળ્યો. આ જીત ધાનપુર તાલુકા અને ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક સફળતા તરીકે જોવામાં આવી છે. પરિણામ બાદ કાર્યકરોમાં ખુશીની લાગણી વ્યાપી હતી.