logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગોધરા: સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના

ગોધરા: ગોધરા–વેજલપુર રોડ પર કોઠી સ્ટીલની બાજુમાં આવેલી સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી પ્રાપ્ત નથી, પરંતુ ફેક્ટરીમાં ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ: સમીરભાઈ મીઠાભાઈ-ગોધરા

15
123 views

Comment