ગુજરાતમાં હવે વોટ્સએપ ગવર્નન્સનો પ્રારંભ: ઘરે બેઠા મળશે 20 સરકારી સેવાઓ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ‘નાગરિક દેવો ભવ:’ની વિભાવનાને વધુ મજબૂત બનાવતા ‘વન-ડે ગવર્નન્સ’થી આગળ વધી ‘વોટ્સએપ ગવર્નન્સ’ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મ્સ કંપની વચ્ચે MoU સંપન્ન થયું.
આ યોજના હેઠળ હવે નાગરિકોને વોટ્સએપ દ્વારા આવક-જાતિ અને EWS પ્રમાણપત્ર, રેશન કાર્ડ અપડેટ, મહેસૂલ રેકોર્ડ, સોગંદનામા સહિત 20 જેટલી સરકારી સેવાઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઘરે બેઠા ઉપલબ્ધ થશે.
આ પહેલથી લોકો માટે કચેરીઓના ધક્કા, લાંબી લાઈનો અને અલગ-અલગ વેબ પોર્ટલ પર જવાની મુશ્કેલી ઘટશે. સાથે જ રિયલ-ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગની સુવિધા પણ વધુ મજબૂત બનશે.
https://www.youtube.com/@yalgaarNewsChhotaUdepur
👆