logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

એક તરફ અસહ્યગરમીમાં ધનિકવર્ગ એકક્ષણપણ એરકન્ડીશન વિના રહી શકતો નથી, ત્યારે બીજી તરફ સુરતજિલ્લાનો ખેડૂત 40 થી 45 ડિગ્રીમા અન્ન પકવવા દિવસ રાત મહેનત કરે.

એક તરફ અસહ્ય ગરમીમાં ધનિક વર્ગ એક ક્ષણ પણ એરકન્ડીશન વિના રહી શકતો નથી, ત્યારે બીજી તરફ સુરત જિલ્લાનો ખેડૂત 40° થી 45° ડિગ્રીનાં ધગધગતા તાપમાં ઉઘાડા પગે, ખુલ્લા આકાશ નીચે આપણા માટે અન્ન પકવવા રાત-દિવસ ખડેપગે જોવા મળે છે

. ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં કરંજ ગામે કાળઝાળ ગરમીમાં નાના બાળકો પણ પોતાનાં પરિવાર સાથે ખભેખભો મિલાવી ડાંગર સૂકવવાની કામગીરીમાં જોતરાયેલા જોવા મળ્યા.

ઉઘાડા પગે તપતા ધાન પર પાવડા વડે ડાંગર ફેરવતાં આ બાળકોનાં ચહેરા પર થાક હોવા છતાં મજબૂરી અને ફરજની ચમક સ્પષ્ટ વંચાતી હતી.

કોઈ જગતનાં તાત પર કૃપાદ્રષ્ટિ રાખે કે ન રાખે, પણ આકરો તાપ, પરસેવો અને શ્રમની પરવા કર્યા વિના ખેડૂત પોતાનાં મહેનતનાં ફળ સમાન ડાંગરના પાકને યથાસ્થાને પહોંચાડે છે. અન્નદાતાની આ પરિશ્રમયાત્રા ખરેખર અવર્ણનીય છે. જે AC ની ઠંડકમાં બેસીને આપણે ભોજન આરોગીએ છીએ, તેની પાછળ ખેડૂતનાં લોહી-પરસેવાની આ ગાથા સમાજે ક્યારેય ન ભૂલવી જોઈએ.

(તસવીર : વિજય પટેલ, ઓલપાડ)

4
198 views

Comment