બનાસકાંઠા અને વાવ થરાદમાં 18 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે
બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની 18 તાલુકા પંચાયતોમાં સોમવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. જેમાં દોતામાં 10-10 બેઠકોની ટાઈ સ્થિતિ છે અને વડગામ તાલુકા પંચાયતની 28 બેઠકોમાં અપક્ષ ઉમેદવારની સ્થિતિને કારણે બેઠક પર સખત સ્પર્ધા રહેશે. બનાસકાંઠા અને વાવ થરાદમાં કુલ 18 બેઠકોમાં કોંગ્રેસે પાંચ બેઠકો પર વિજય મેળવી ચૂકયો છે.
નવરચિત ધરણીધર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની મહિલા ઉમેદવારનો પરાજય થવાની શક્યતા છે અને કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ બનવાના પ્રબળ દાવેદાર છે. સૌથી વધુ રસાકસી દાંતા બેઠક પર જોવા મળશે જ્યાં સ્પર્ધા તીવ્ર રહેશે.