logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્માના સરદાર ચોક ખાતે ગોગા મહારાજના પરમ ભક્ત સ્વ. અમથાભાઈ દેસાઈની સ્મૃતિમાં ૧૦૦૦ ગ્લાસ છાશનું વિતરણ કરાયું...... ચાણસ્મા: મુકેશ પિત્રોડા

ચાણસ્માના સરદાર ચોક ખાતે ગોગા મહારાજના પરમ ભક્ત સ્વ. અમથાભાઈ દેસાઈની સ્મૃતિમાં ૧૦૦૦ ગ્લાસ છાશનું વિતરણ કરાયું......

ચાણસ્મા: મુકેશ પિત્રોડા

બળબળતા ઉનાળાની ગરમીમાં લોકોને રાહત આપવાના હેતુથી ચાણસ્માના સરદાર ચોક ખાતે એક માનવતાવાદી સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોગા મહારાજના પરમ ભક્ત સ્વ. અમથાભાઈ જોરાભાઈ દેસાઈના સ્મરણાર્થે ભુવાજી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર દ્વારા ૧૦૦૦ ગ્લાસ ઠંડી છાશના વિતરણનું આયોજન કરાયું હતું.આ સેવા કાર્યક્રમને ભુવાજી મહેન્દ્રભાઈના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિષ્ણુભાઈ ભગત, લાલભાઈ પટેલ તેમજ ગામના અન્ય અગ્રણીઓ અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અને સેવા પૂરી પાડવા માટે ગોવાળ ભક્ત મંડળ (ચાણસ્મા), રામદેવ ડેરી (ચાણસ્મા) તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સેવકોએ ઉત્સાહભેર હાજર રહીને પોતાની સેવાઓ આપી હતી. ભરઉનાળે વટેમાર્ગુઓ અને સ્થાનિક રહીશોએ ઠંડી છાશનો લાભ લઈ દેસાઈ પરિવારના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.

18
976 views

Comment