logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

હુબલી-ધારવાડ મહાનગરપાલિકાનું પ્રતિનિધિમંડળ સુરત મહાનગરપાલિકાની મુલાકાતે

આજરોજ હુબલી-ધારવાડ મહાનગરપાલિકાના મેયર જયોતિ પાટીલ, ડેપ્યુટી મેયર સંતોષ ચવ્હાણ, નેતા વિરોધપક્ષ ઇમામ હુસેન યાલીગર, માન. પૂર્વ મેયર ઇરેશ અંકાટેગેરી, ડેપ્યુટી કમિશનર ડેવલપમેન્ટ વિજયકુમાર સહિતનું પ્રતિનિધિમંડળ સુરત શહેરની મુલાકાતે આવેલ. જેઓની સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે કોન્ફરન્સ રૂમ, બીજો માળ, સુરત મહાનગરપાલિકા ની મુખ્યકચેરી,તાપીપુરા ખાતે મિટીંગ યોજાયેલ.સદર મિટીંગમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન મારફત સુરત મહાનગરપાલિકાની કાર્યપઘ્ધતિ, ઇતિહાસ, કલીન સિટી,ડાયમંડ સિટી, ટેક્ષટાઇલ સિટી, સોલાર સિટી, ગ્રીન સિટી, બ્રિજ સિટી તરીકે ખ્યાતનામ સિટી સુરતની માહિતી, બી.આર.ટી.એસ. પ્રોજેકટ, સુરત મહાનગરપાલિકાના ૩૦ ઇલેકશન વોર્ડ, મ્યુ. સદસ્યની વિવિધ સમિતિમાં અઘ્યક્ષ અને સભ્યની નિમણુંક અને મિટીંગની કામગીરી,સુરત શહેરની ભાવી વસ્તી વધારાને ઘ્યાને લઇ પાણીની સુવિધાને પહોંચી વળવા સુરત મહાનગરપાલિકાના દ્વારા કરવામાં આવેલ આયોજન, ટ્રીટેડ વોટર ઉદ્યોગોને પુરુ પાડીને વાર્ષિક રૂપિયા ૧૪૦ કરોડની આવક મેળવવા અન્વયેની માહિતી, તાપી રીવર બેરેજ પ્રોજેકટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઐતિહાસિક કિલ્લા સહિતના વિવિધ મહત્વકાંક્ષી પ્રકલ્પોની માહિતી,સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળા અને સુમન શાળા ઘ્વારા આપવામાં આવતી અધ્યતન શિક્ષણની સુવિધા, સોલાર પાવર પ્લાન્ટ,વીન્ડ પાવર પ્લાન્ટ,ગ્રીન વ્હીકલ પોલીસી,સુરત મહાનગરપાલિકાની ઓનલાઇન સર્વીસીસ જેવી કે વ્હોટસ અપ ચેટબોટ, કમ્પલેઇન, પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ સહિતની સુવિધા અન્વયે અને ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, ICCC પરથી કરવામાં આવતી કામગીરી, અર્ફોડેબલ હાઉસીંગ વિભાગ સહિતના વિવિધ વિભાગની કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સદર માહિતીથી હુબલી-ધારવાડ મહાનગરપાલિકાના પ્રતિનિધિમંડળ પ્રભાવિત થયા હતા. સદર મિટીંગમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહયા હતા.

14
838 views

Comment