logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાતમાં જૈવ વિવિધતા ક્ષેત્રે સમૃદ્ધ વારસો અને નવી સિદ્ધિઓ

ગુજરાત: આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતના જૈવ વિવિધતા ક્ષેત્રે સમૃદ્ધ વારસાને રજુ કરવામાં આવ્યું છે. કચ્છના લખપતમાં આવેલ ગુનેરી (ઈનલેન્ડ મેન્ગ્રૂવ ઈકોસિસ્ટમ)ને વર્ષ 2025માં રાજ્યની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે, જે પર્યાવરણની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે મહત્ત્વની સાઈટ ગણાય છે.

વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં કુલ 1504 જૈવ વિવિધતા રજિસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં કૃષિ જૈવ વિવિધતા, સ્થાનિક જૈવ વિવિધતા અને વન્ય જૈવ વિવિધતા જેવા પાસાઓનો સમાવેશ થાય છે. ગુજરાતનું ભૌગોલિક સ્થાન પશ્ચિમ ઘાટના ભેજવાળા જંગલોથી લઈને થારના રણ સુધીના વિવિધ પ્રાકૃતિક પરિસ્થિતિઓનું મિશ્રણ છે, જેના કારણે અહીં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે.

0
0 views

Comment