વડનગરમાં શરૂ થયું ભારતનું સૌથી મોટું કૌશલ્ય વિકાસ કેન્દ્ર
વડનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની 'સ્કિલ ઇન્ડિયા મિશન'ને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારના સહયોગથી વડનગરમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં બે પાયલોટ બેચના કુલ 201 તાલીમાર્થીઓએ તાલીમ પૂર્ણ કરી છે.
આ સંસ્થા વિદ્યાર્થીઓને રહેવા-જમવા સહિત વિનામૂલ્યે 45થી 90 દિવસની તાલીમ પ્રદાન કરે છે. આ તાલીમાર્થીઓ હાલમાં સેમિકંડક્ટર ફેબ ઉદ્યોગ (ધોલેરા), અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ, ખંભાળિયા ખાતેનાં સોલર પાવર પ્લાન્ટ અને પાણીપત રિફાઇનરી જેવા મોટા પ્રોજેક્ટોમાં કાર્યરત છે. આ સંસ્થામાં અભ્યાસ કરવા ઇચ્છુક યુવક-યુવતીઓ 7043568437, 9099903673, 7016813062 પર સંપર્ક કરી શકે છે.