logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મામાં કેમિસ્ટોની સંપૂર્ણ હડતાળ: ઓનલાઈન ફાર્મસી અને ડુપ્લીકેટ દવાઓ સામે ઉગ્ર આક્રોશ....

ચાણસ્મામાં કેમિસ્ટોની સંપૂર્ણ હડતાળ: ઓનલાઈન ફાર્મસી અને ડુપ્લીકેટ દવાઓ સામે ઉગ્ર આક્રોશ....

દેશવ્યાપી આંદોલનના સમર્થનમાં તમામ મેડિકલ સ્ટોર્સના શટર પડ્યા:ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા કડક કાયદો લાવવા ઉગ્ર માંગ

ઓનલાઈન ફાર્મસીના વધી રહેલા અનિયંત્રિત વ્યાપ અને બજારમાં ગેરકાયદેસર રીતે ઘૂસી રહેલી ડુપ્લીકેટ દવાઓના વેચાણના વિરોધમાં આજે ચાણસ્મા શહેર ના તમામ કેમિસ્ટો દેશવ્યાપી હડતાળમાં જોડાયા હતા. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના આહવાનને પગલે ચાણસ્મા મેડિકલ એસોસિએશન દ્વારા આજે સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો હતો. સવારથી જ શહેરની તમામ દવાઓની દુકાનો બંધ રહેતા બજારમાં સન્નાટો વ્યાપી ગયો હતો.સ્થાનિક કેમિસ્ટ અગ્રણીઓના જણાવ્યા અનુસાર, ઓનલાઈન ફાર્મસીઓ કોઈપણ કાયદાકીય મર્યાદા કે ડૉક્ટરના સચોટ પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ હોમ ડિલિવરી કરી રહી છે. આ પ્રક્રિયાને કારણે બજારમાં નકલી, અપ્રમાણિત અને નશીલી દવાઓનું દૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય માટે સીધું જોખમ ઊભું કરે છે. રિટેલ મેડિકલ સ્ટોર ધારકો નિયમોનું ચુસ્ત પાલન કરે છે, જ્યારે ઓનલાઈન પોર્ટલ પર કોઈ કડક નિયંત્રણો નથી.આ ગંભીર મુદ્દે કેમિસ્ટોએ સરકાર સમક્ષ ઈ-ફાર્મસી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની અથવા તેના પર અંકુશ લાવતો કડક કાયદો બનાવવાની ઉગ્ર માંગ કરી છે. આ સાથે જ ડુપ્લીકેટ દવાઓનું નેટવર્ક ચલાવતા તત્વો સામે કડક ફોજદારી પગલાં ભરવા રજૂઆત કરાઈ છે. આજે દિવસ દરમિયાન દવાઓની દુકાનો સંપૂર્ણ બંધ રહેતા દર્દીઓ અને તેમના સગાંઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે, એસોસિએશન દ્વારા માનવતાના ધોરણે હોસ્પિટલ સંલગ્ન ઈમરજન્સી મેડિકલ સેવાઓ ચાલુ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

3
427 views

Comment