logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

મુસ્લિમ ધર્મગુરુએ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરી

નવી દિલ્હી: એક જાહેર સભામાં જાણીતા મુસ્લિમ ધર્મગુરુએ સરકાર સમક્ષ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માગણી રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે ગાય ભારતીય સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો અભિન્ન હિસ્સો છે અને તેને રાષ્ટ્રીય પશુનો દરજ્જો મળવો જોઈએ.

ધર્મગુરુએ જણાવ્યું કે ગાય માત્ર એક ધર્મ માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે પૂજનીય અને ઉપયોગી છે. ખેતી અને પોષણ ક્ષેત્રે ગાયનું યોગદાન અમૂલ્ય છે. આ માંગ બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે, જેમાં કેટલાક સંગઠનો આ નિવેદનને સ્વીકાર્યા છે ત્યારે કેટલાકે રાજકીય દૃષ્ટિકોણથી જોવાનો ઇનકાર કર્યો છે. હાલમાં ભારતનું રાષ્ટ્રીય પશુ વાઘ છે અને ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની માંગ અગાઉ પણ કરવામાં આવી છે.

70
3210 views

Comment