ચાણસ્મા તાલુકાના ખારી ઘારીયાલ ગામે શ્રી સિકોતર માતાજી અને શ્રી ભઠિયાણી માતાજીનો પુનઃ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન.......
ચાણસ્મા તાલુકાના ખારી ઘારીયાલ ગામે શ્રી સિકોતર માતાજી અને શ્રી ભઠિયાણી માતાજીનો પુનઃ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન.......
તારીખ ૧૯/૦૫/૨૦૨૬ના રોજ ચાણસ્મા તાલુકાના ખારી ઘારીયાલ ગામે ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન શ્રી સિકોતર માતાજી તથા શ્રી ભઠિયાણી માતાજીનો ભવ્ય 'પુનઃ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ' અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવનું સુંદર આયોજન સમગ્ર ખારી ઘારીયાલ ગામ દ્વારા કરવામાં આવ્યું હતું.યગ્ન ના મુખ્ય યજમાન સ્વ. ઠાકોર દીવાનજી મફાજી. (હસ્તે ઠાકોર ભરતજી દીવાનજી) રહ્યા હતાં.મહોત્સવ અંતર્ગત ગામમાં માતાજીની એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં જાણીતા કલાકાર જયદીપ પ્રજાપતિ (JD) એ પોતાના કંઠે ભક્તિગીતોની રમઝટ બોલાવી સમગ્ર ખારી ઘારીયાલ ગામને ભક્તિમય બનાવી દીધું હતું. યજ્ઞશાળામાં આચાર્ય ભાવેશભાઈ જાની દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ વિધિવત રીતે સંપન્ન કરાવવામાં આવી હતી.આ પાવન પ્રસંગે માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેના મુખ્ય દાતા પટેલ કાંતિભાઈ ઈશ્વરદાસ (વોરા) રહ્યા હતા. મહોત્સવમાં પધારેલા તમામ ભક્તો માટે બંને સમયના ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દાતા સદગુરુદેવશ્રી શ્રી ૧૦૦૮ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજય માડી શ્રી હતા, માતાજીના આશીર્વાદથી સમગ્ર મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થયો હતો.દિવસભરના ભક્તિમય માહોલ બાદ, રાત્રે એક ભવ્ય 'રમેલ' (ડાક ડમરુનો કાર્યક્રમ) યોજાઈ હતી. જેમાં લોકપ્રિય કલાકારો વેરશી કોલા અને જયદીપ પ્રજાપતિએ માતાજીના આરાધના ગીતો અને ડાકના તાલે શ્રદ્ધાળુઓને મોડી રાત સુધી મંત્રમુગ્ધ કર્યા હતા. ખારી ઘારીયાલ ગામ સહિત આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માઇભક્તોએ ઉપસ્થિત રહી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા