logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચોર્યાસી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન

ચોર્યાસી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન

સુરત, તા. 20 મે 2026:
ચોર્યાસી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના તા. 22 મે, શુક્રવારના રોજ ઉજવાતા જન્મદિવસ નિમિત્તે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ પરિવાર તથા સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકારણમાં જન્મદિવસનો અર્થ હવે કેક કાપવો નહીં, પણ ઓછામાં ઓછા દસ બેનર, પંદર કાર્યક્રમ અને પચ્ચીસ ફોટા. લોકશાહીનું આ પણ એક રંગીન ઉપવાસ છે.

કાર્યક્રમોની શરૂઆત સવારે 8:30 વાગ્યે વેસુ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે દર્શન અને પૂજન સાથે થશે. ત્યારબાદ સવારે 9:00 વાગ્યે મગદલ્લા ખાતે શ્રી સાઈ બાબા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે. સવારે 9:30 વાગ્યે ઘોડદોડ રોડ સ્થિત “ગૌ સેવા” સુરત પાંજરાપોળ ખાતે સેવાકીય કાર્યક્રમ યોજાશે.

સવારે 10:30 વાગ્યે સુરત મહાનગર વોર્ડ-30 ખાતે ભાજપ પરિવાર દ્વારા “રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સવારે 11:30 વાગ્યે વરિષ્ઠ નાગરિકો માટે “શ્રી દેવભૂમિ દ્વારકા દર્શનાર્થી પ્રવાસ” કાર્યક્રમ યોજાશે.

બપોરે 12:00 વાગ્યે અલથાણ વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમ ખાતે સાડી વિતરણ, સાધન સહાય અને ભોજન પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાશે. બપોરે 12:30 વાગ્યે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે સગર્ભા બહેનોને પોષણ કીટ, બાળકોને ફળ વિતરણ તથા વિશિષ્ટ નાગરિકોને સાધન સહાય આપવામાં આવશે.

બપોરે 2:30 થી સાંજે 4:00 વાગ્યા સુધી APMC પુણા કુંભારીયા રોડ ખાતે “શુભેચ્છા મુલાકાત” કાર્યક્રમ યોજાશે, જ્યારે સાંજે 4:30 થી 7:00 વાગ્યા સુધી વેસુ સ્થિત વ્હાઈટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત રાખવામાં આવી છે.

સાંજે 5:30 વાગ્યે અલથાણ રોડ સ્થિત આસરા વૃદ્ધાશ્રમ ખાતે “મહાપ્રસાદ અને ભોજન પ્રસાદ વિતરણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, સમાજસેવકો તથા સ્થાનિક નાગરિકો હાજરી આપશે તેવી માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી છે.

104
3478 views

Comment