બારેજા નગરપાલિકાના નવા પ્રમુખ અને ચેરમેનની નિમણૂક
બારેજા: ભારતીય જનતા પાર્ટી દસ્ક્રોઇ તાલુકામાં આવેલ બારેજા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે બીજી વખત શ્રીમતી હેતલબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ બારેજા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે શ્રી પાર્થભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
બારેજા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે શ્રી મોહનભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. તેમજ વડા પદ માટે પણ ભાજપના કાર્યકર્તાઓને નિમણૂક કરવામાં આવી છે. આ દરમિયાન બારેજા શહેર ભાજપના તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને આ ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.