logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

જંબુસરના કાવી ગામની સમીરા મુન્શીએ ટ્રમ્પની પેનલમાંથી રાજીનામું આપ્યું

જંબુસર: મૂળ ગુજરાતના જંબુસર તાલુકાના કાવી ગામના વતની અને હાલમાં અમેરિકામાં વસવાટ કરતા પટેલ મહમદ મુન્શીની પૌત્રી સમીરા મુન્શીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધાર્મિક સ્વતંત્રતા પેનલમાંથી રાજીનામું આપી દીધું છે.

સમિરા મુન્શી ટ્રમ્પની Religious Liberty Commissionની એકમાત્ર મુસ્લિમ મહિલા સભ્ય હતી. તેમણે ઈરાન વિરુદ્ધ અમેરિકાની સૈન્ય કાર્યવાહી 'ગેરકાયદેસર' ગણાવી અને આ કારણસર પોતાનો પદ છોડ્યો છે. મહમદ મુન્શી પહેલાં કાવી ગામના સુધાર ચકલા વિસ્તારમાં રહેતા હતા અને હવે તેમની પરિવાર સાથે અમેરિકા સ્થાયી છે. સમીરા મુન્શીના આ નિર્ણય પછી કાવી ગામ અને જંબુસર પંથકમાં ચર્ચા ચાલી રહી છે.

83
2719 views

Comment