ચાણસ્માના ખારી ઘારીયાલ ગામે સિકોતર માતાજી અને ભઠીયાણી માતાજીનો ભવ્ય પુનઃ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ : ભવ્ય શોભાયાત્રા અને રમેલનું આયોજન......
ચાણસ્માના ખારી ઘારીયાલ ગામે સિકોતર માતાજી અને ભઠીયાણી માતાજીનો ભવ્ય પુનઃ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ : ભવ્ય શોભાયાત્રા અને રમેલનું આયોજન....
ચાણસ્મા, ૧૯ મે ૨૦૨૬:
ચાણસ્મા તાલુકાના ખારી ઘારીયાલ મુકામે સિકોતર માતાજી અને ભઠીયાણી માતાજીનો પુનઃ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજ રોજ તારીખ ૧૯/૦૫/૨૦૨૬ ને મંગળવારના દિવસથી ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિમય માહોલમાં શરૂ થયો છે. આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે ગામમાં એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં જાણીતા લોક કલાકાર જયદીપ પ્રજાપતિએ ભક્તિગીતોની રમઝટ બોલાવીને ભારે જમાવટ કરી હતી, જેમાં સમગ્ર ગામ ભક્તિના રંગે રંગાયું હતું.આ પવિત્ર પ્રસંગે આજુબાજુના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મહોત્સવમાં પધારેલા તમામ ભક્તો માટે મહાપ્રસાદ (ભોજન)ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ભોજન પ્રસાદના દાતા સદગુરુદેવ શ્રી ૧૦૦૮ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડી શ્રી રહ્યા હતા. જ્યારે આ પવિત્ર યજ્ઞના મુખ્ય યજમાન પદે સ્વ. ઠાકોર દિવાનજી મફાજી (હસ્તે. ઠાકોર ભરતજી દિવાનજી) રહ્યા હતા.આ ધાર્મિક મહોત્સવના ભાગરૂપે રાત્રે માતાજીની ભવ્ય રમેલ (ભક્તિ મહોત્સવ)નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ આસપાસના વિસ્તારોમાંથી હજારો ભક્તો માતાજીના આશીર્વાદ લેવા અને દર્શન કરવા માટે પધારશે. સમગ્ર ખારી ઘારીયાલ ગામ હાલમાં જય સિકોતર મા અને જય ભઠીયાણી માના નારાઓથી ગુંજી ઉઠ્યું છે.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા