લિંગડ પ્રાથમિક શાળાનાં આચાર્ય ડૉ. રાજેશ સોલંકીને એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સન્માનિત કરાયા.
લિંગડ પ્રાથમિક શાળાનાં આચાર્ય ડૉ. રાજેશ સોલંકીને એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સન્માનિત કરાયા
કરંજ: તા.૧૯ ગ્રામીણ શિક્ષણ ક્ષેત્રે 25 વર્ષથી વધુ સમયની ઉત્કૃષ્ટ સેવા બદલ લિંગડ પ્રાથમિક શાળાનાં આચાર્ય ડૉ. રાજેશભાઈ નાગજીભાઈ સોલંકીને "એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ" દ્વારા "Excellence in Rural Education & Student Motivation" કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા છે. ગત તારીખ ૧૬ મે ૨૦૨૬ નાં રોજ એનાયત થયેલ Certificate No. ABWR24280137 મુજબ, ડૉ. સોલંકીએ સરકારી પ્રાથમિક શિક્ષણમાં ગરીબ અને ગ્રામીણ વિદ્યાર્થીઓનાં ઉત્થાન માટે સતત કાર્ય કર્યું છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણ, યોગ્ય માર્ગદર્શન, પ્રેરણાત્મક સહયોગ અને સામાજિક સમર્પણ દ્વારા તેમણે અનેક વિદ્યાર્થીઓને સરકારી નોકરીઓ સુધી પહોંચાડ્યા છે, જેનાથી અનેક પરિવારોમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમનાં મૂલ્યવાન માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે કરેલાં કાર્યોની નોંધ લઈને આંતરરાષ્ટ્રીય સંસ્થા "એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ" દ્વારા આ સિદ્ધિને બિરદાવવામાં આવી છે. સંસ્થાનાં જનરલ સેક્રેટરી જ્ઞાનેશ વી. અને ઇન્ટરનેશનલ ચેરમેન ડૉ. અવિનાશ ડી. સુકુંદેની સહીથી આ પ્રમાણપત્ર એનાયત થયું છે. ડૉ. રાજેશ સોલંકીનું સમર્પણ, નેતૃત્વ અને શિક્ષણ ક્ષેત્રેની સેવા સમાજ અને ભાવિ પેઢી માટે સાચી પ્રેરણા છે. તેમની આ સિદ્ધિથી સુરત જિલ્લાનાં શિક્ષણ જગતમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત સમગ્ર શિક્ષણ પરિવારે ડૉ. સોલંકીને આ ભવ્ય સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.