કચ્છ ગુજરાત રતનાલ બાયપાસ પર અકસ્માત પછી ગ્રામવાસીઓએ ચક્કાજામ કર્યો
રતનાલ : બે દિવસમાં એક આહિર યુવાન અને બે મુસ્લિમ મહિલાઓના મૃત્યુ બાદ રતનાલ ગામના ગ્રામવાસીઓએ બાયપાસ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો.
ગ્રામવાસીઓએ આ અકસ્માતોને લઈ સરકાર અને અધિકારીઓની નિષ્ફળતા સામે આક્રોશ વ્યક્ત કર્યો અને સડક સલામતી માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી.