સૈયદપુરા ખાતે અધિક માસ નિમિત્તે બિમલ પટેલ યુવક મંડળ દ્વારા શ્રી પુરુષોત્તમ ભગવાનની કથાનું આયોજન
સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં ચંદુલાલ શેઠની શેરી ખાતે અધિક માસના પાવન અવસર પર શ્રી પુરુષોત્તમ ભગવાનની ભવ્ય કથાનું ૧૭ મેથી૧૫ જૂન સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં પ્રખ્યાત વક્તા અજય વ્યાસ મહારાજના મુખે શ્રી પુરુષોત્તમ ભગવાનની મહિમા અને ભક્તિભાવનું રસપાન કરાવવામાં આવશે.
અધિક માસ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ પવિત્ર માસ દરમિયાન ભક્તો ઉપવાસ, પૂજા-પાઠ, દાન અને ધાર્મિક કથાઓ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રયત્નશીલ રહે છે. કથા દરમિયાન શ્રી પુરુષોત્તમ ભગવાનના જીવનચરિત્ર, ભક્તિ, ધર્મ અને સદાચાર અંગે વિશદ પ્રકાશ પાડવામાં આવશે. આ આયોજન બિમલ પટેલ યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આયોજકમંડળ દ્વારા તમામ ભક્તોને સમયસર હાજરી આપી કથાનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.