logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાતમાં 31 મે સુધી 'સ્વ-ગણતરી' માટે રાજ્યપાલનો અનુરોધ

ગાંધીનગર: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નાગરિકોને 31 મે, 2026 સુધી ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો છે. લોકભવન ખાતેથી ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આ સ્વ-ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક શ્રી સુજલ મયાત્રાએ રાજ્યપાલશ્રીની મુલાકાત લીધી અને તેમને સંપૂર્ણ ડિજિટલ અને સુરક્ષિત જનગણના પ્રક્રિયાની તકનીકી વિગતો વિશે માહિતગાર કર્યું.

રાજ્યપાલશ્રી દ્વારા જણાવાયું કે સચોટ અને સમયસર માહિતી સશક્ત અને સમાવિષ્ટ વિકસિત ભારતના નિર્માણ માટે જરૂરી છે. વસ્તી ગણતરી-2027માં નાગરિકો પ્રથમ વખત ઓનલાઇન પોતાની માહિતી ગમે ત્યાંથી સબમિટ કરી શકશે. ગુજરાતમાં આ પ્રક્રિયા 31 મે, 2026 સુધી સત્તાવાર વેબપોર્ટલ https://se.census.gov.in/ પર ઉપલબ્ધ રહેશે, જ્યાં નાગરિકો માર્ગદર્શન અનુસાર પોતાની વિગતો ભરી શકે છે.

7
213 views

Comment