logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાત સરકાર અને MICA વચ્ચે MoU પર હસ્તાક્ષર

ગુજરાત: ગુજરાત સરકારના માહિતી-પ્રસારણ વિભાગ અને કમ્યુનિકેશન ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા MICA વચ્ચે સમજૂતી-પત્ર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. માહિતી કમિશનર શ્રી કે. એલ. બચાણી, MICAના એસોસિએટ ડીન પ્રોફેસર શ્રી સુરેશ મલોડિયા અને CDMC-MICAના ચેર ડૉ. મનીષા પાઠક શેલત દ્વારા આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ MoU અંતર્ગત માહિતી વિભાગના અધિકારીઓને આધુનિક અને અસરકારક કમ્યુનિકેશન પ્રવાહોને સમજાવવા માટે તાલીમ આપવામાં આવશે. તાલીમમાં ઈફેક્ટિવ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી, સ્ટેકહોલ્ડર એન્ગેજમેન્ટ, સોશિયલ મીડિયા આઉટરીચ, આર્કાઇવિંગ અને ડોક્યુમેન્ટેશન, મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરસી, લીડરશીપ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિષયોનો સમાવેશ હશે.

0
89 views

Comment