logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મનપા કમિશનર એમ. નાગરાજન ની અધ્યક્ષતામાં લિંબાયત ઝોનની રીવ્યુ બેઠક યોજાયેલ

આજરોજ માન. મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં લિંબાયત ઝોન ખાતે લિંબાયત ઝોનના અધિકારીઓ સાથે રિવ્યૂ મીટિંગ યોજાયેલ હતી.
સદર મીટિંગમાં ઝોન ઘ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીઓનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલ. જેમાં બ્રિજ ,ડ્રેનેજ,હાઇડ્રોલિક, આરોગ્ય, રોડ રસ્તા ,ગાર્ડન, પબ્લીક ઇન્ફાસ્ટ્રકચર સેલ, લાઇટ વિભાગ, ટ્રાફિક વિભાગ સહિતના અગત્યના વિભાગોની તેમજ પૂર્ણ થયેલ કામો અને ચાલી રહેલ પ્રોજેકટો, કોમ્યુનિટી હોલ, શાળાઓ, વાંચનાલય ,ગાર્ડન,યોગ સ્ટુડિયો સહિતના વિવિધ પ્રોજેકટોની તથા ઝોનમાં લાગત ખાડીની સાફ-સફાઇની કામગીરી અને અન્ય પ્રિ-મોન્સૂનની કામગીરીની પણ સમીક્ષા કરી હતી.
આ મિટીંગ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા ઝોન દ્વારા આવક વધારવા માટે પ્રયત્ન કરવા અને ખર્ચમાં ઘટાડો કરવા,સાયકલ ટ્રેકની સુવિધા અર્થેની કામગીરી કરવા, ઓનલાઇન સિસ્ટમમાં કામગીરી કરી ઝડપથી વહીવટી મંજુરીની કામગીરી કરવા, ઝોન પરિસરમાં સિકયુરિટીની કામગીરી સુવ્યવસ્થિત કરવા, વિવિધ રોડની ગુણવત્તાસભર કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા, પ્રોજેકટ મોનીટરીંગ સિસ્ટમ મુજબ મોનીટરીંગ કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, તમામ કર્મચારીઓને સંકલન કરી ટીમ વર્કથી કામગીરી કરી શહેરીજનોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહી કામગીરી કરવા સૂચના આપી હતી. સદર મીટિંગમાં લિંબાયત ઝોનના ટેકનીકલ, નોન-ટેકનીકલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં

22
1199 views

Comment