logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

બગસરા તાલુકાના કાગદડી ગામે સમસ્ત કાગદડી ગામ પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ્ ભાગવત્ કથા

*કાગદડી (ગીર) ખાતે શ્રીમદ્ ભાગવત્ કથા જ્ઞાન યજ્ઞનો ભવ્ય આરંભ : ભક્તિમય વાતાવરણમાં ધર્મલાભનો અવસર*
*૦૦૦૦૦*
*પોથી યાત્રા, પાવન પ્રસંગો, સંતોના આશીર્વાદ અને રઢિયાળી રાતના ભક્તિમય કાર્યક્રમો સાથે ગામ બનશે ગોકુળિયું*
*૦૦૦૦૦*
*અઢારે વરણ એક પંગત પર ભોજન અને ભક્તિનું રસપાન કરશે!*
*૦૦૦૦૦*

બગસરા તાલુકાના કાગદડી ગામે સમસ્ત કાગદડી ગામ પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ્ ભાગવત્ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશાખ વદ બારસ ગુરુવાર તા. ૧૪/૦૫/૨૦૨૬થી અ.જેઠ સુદ ચોથ બુધવાર તા. ૨૦/૦૫/૨૦૨૬ સુધી યોજાનારી આ પાવન કથા પ્રવિણભાઈ પોપટભાઈ કાનાણીની વાડી, ગામ કાગદડી ખાતે યોજાશે.

ભગવાન શ્રીરામ તેમજ હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી યોજાનાર આ અલૌકિક અને કલ્યાણમય પ્રસંગે શાસ્ત્રી શ્રી મેહુલભાઈ ઠાકર (સુડાવડવાળા) પોતાની પવિત્ર અને અમૃતમય વાણી દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે. સમગ્ર કથા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓને ધર્મલાભનો અવસર પ્રાપ્ત થશે.

કથાનો પ્રારંભ તા. ૧૪ મે, ૨૦૨૬ ગુરુવારથી થશે. કથાનો સમય સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ અને સાંજે ૩:૩૦ થી ૫:૩૦ રહેશે. કથા વિરામ તા. ૨૦ મે, ૨૦૨૬ બુધવારના રોજ થશે. ઉપરાંત, દરેક ગામવાસીઓને દરરોજ બપોરે ૧૧:૩૦ કલાકે ભોજન પ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ પાવન અવસર દરમિયાન અનેક ધાર્મિક અને ભક્તિમય પ્રસંગોનું પણ આયોજન કરાયું છે. તા. ૧૪ મેના રોજ બપોરે ૩:૦૦ કલાકે પોથી યાત્રા, તા. ૧૫ મેના રોજ કપિલ જન્મ, તા. ૧૬ મેના રોજ શ્રી નૃસિંહજી જન્મોત્સવ, તા. ૧૭ મેના રોજ વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મોત્સવ, તા. ૧૮ મેના રોજ ગોવર્ધન પૂજા, તા. ૧૯ મેના રોજ રુક્ષ્મણી વિવાહ, તેમજ તા. ૨૦ મેના રોજ સુદામા ચરિત્ર અને પૂર્ણાહુતિ મહોત્સવ યોજાશે.

કથા પ્રસંગે અનેક પૂજ્ય સંતો અને મહંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. જેમાં પ.પૂ. શ્રી કરશનદાસ બાપુ (પરબધામ), શ્રી મીરાબાપુ (કનકભુવન આશ્રમ, શાપર), પ.પૂ. શ્રી વિજયબાપુ (સતાધાર), શ્રી રસીલાદીદી (બ્રહ્માકુમારી કેન્દ્ર, બગસરા) સહિત વિવિધ સંતો ઉપસ્થિત રહી આશીર્વચન આપશે. ઉપરાંત પ.પૂ. શ્રી જેરામબાપુ, લાભેશ્વરભારતી બાપુ, વિવેકસ્વરૂપ સ્વામી, હરેશ ભગત, જીગ્નેશબાપુ અને જશા ભગતના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે.

કથા દરમિયાન રઢિયાળી રાતના ભક્તિમય કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૫ મેના રોજ રાસ-ગરબા, તા. ૧૭ મેના રોજ લોકડાયરો, જેમાં મનસુખભાઈ વસોયા, નેહા કાનાણી અને સૃષ્ટિ કાનાણી પોતાની કલાની રજૂઆત કરશે. તા. ૧૮ મેના રોજ સંતવાણી, જેમાં પૂજય પ્રવિણરામ બાપા (કાગદડી ગીર ) ઉગમ ફૌજ ઉપસ્થિત રહેશે, તેમજ તા. ૧૯ મેના રોજ ભાડેર હવેલીની કીર્તન મંડળી દ્વારા રાસ-કીર્તન યોજાશે.

સમસ્ત કાગદડી (ગીર) ગામ પરિવાર દ્વારા તમામ ભાવિક ભક્તજનોને સહપરિવાર પધારી આ પવિત્ર કથાનો ધર્મલાભ લેવા સ્વયંસેવકો વિકાસભાઈ કાનાણી, સંજયભાઈ ગજેરા , નિલેશભાઈ કોલડીયા, વનરાજભાઈ વાળા (જિલ્લા પંચાયત સદસ્ય) વિપુલભાઈ અમરેલિયા, ધર્મેશભાઈ કાનાણી, ગામના સરપંચ વિનુભાઈ કાનાણી, મુકેશભાઈ જોધાણી તેમજ સમસ્ત ગામના યુવા સ્વયંસેવકો દ્વારા હાર્દિક અને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એવો અખબાર યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે

0
58 views

Comment