logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

કદવાલ પોલીસ સ્ટેશન નજીક કદવાલ જેતપુરપાવી રોડ પર મોટો ખાડો પડતા વાહનચાલકો નું જોખમ વધુ

છોટાઉદેપુર
ગુલાબ રાઠવા
છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન નજીક કદવાલ-જેતપુર પાવી મુખ્ય માર્ગ પર રોડ વચ્ચેથી મોટો ખાડો પડી જતા વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને ભારે વાહનો પસાર થતાં અકસ્માતનો ભય વધુ વધ્યો છે.

આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. હાલમાં પડેલા મોટા ખાડાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી તેવી ફરિયાદ ઉઠી રહી છે.

સ્થાનિક લોકો અને વાહનચાલકોએ તંત્ર પાસે તાત્કાલિક રોડનું સમારકામ કરી ખાડો પુરવાની માંગ કરી છે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.હવે જોવું રહ્યું કે તંત્ર શુંપગલા લે કેટલા સમયમાં નોંધ.લઈ કામગીરી કરે.

1
512 views

Comment