logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ખેડૂતોને ડીઝલ પૂરતા પ્રમાણમાં આપવા માંગ સાથે રજૂઆત

ખેડૂતોને ડીઝલ પૂરતા પ્રમાણમાં આપવા માંગ સાથે રજૂઆત

સમાચાર :
રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્તારના ખેડૂતોને ખેતી માટે ડીઝલની અછતનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી સમાજસેવી તેમજ માર્કેટ યાર્ડ સાથે જોડાયેલા રેમેશભાઈ વી. વસોયાએ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીને લેખિત રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવાયું છે કે હાલ ઉનાળુ અને શિયાળુ સિઝન પૂર્ણ થતા ખેડૂતો ખેતીના આગામી આયોજન માટે ખેતરમાં કામકાજ શરૂ કરી રહ્યા છે. રોટાવેટર સહિતના ખેતી કામ માટે ડીઝલની ભારે જરૂરિયાત રહેતી હોવા છતાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં ડીઝલ મળતું નથી. જેના કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
ખેડૂતોને ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે તેમજ મોંઘા ભાવે ડીઝલ લેવાની ફરજ પડે છે તેવી પણ રજૂઆતમાં નોંધ કરવામાં આવી છે. ખેડૂતોને સરળતાથી અને પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ થાય તેમજ ડીઝલનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

0
0 views

Comment