સુરત: પલસાણા બગુમરા ગામમાં મુસ્લિમ મહિલાનો મૃતદેહ મળ્યો
સુરત: પલસાણા તાલુકાના બગુમરા ગામમાં મહાદેવ પેલેસ એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલા ફ્લેટમાંથી એક મુસ્લિમ મહિલાનો મૃતદેહ મળ્યો છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ અને જિલ્લા એલસીબીએ તપાસ શરૂ કરી છે.
પોલીસ આ મૃત્યુ આત્મહત્યા છે કે હત્યા, તે દિશામાં તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ અને ફોરેન્સિક રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પરિવારજનો તેમજ આસપાસના લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. વધુ તપાસ ચાલુ છે.