ગારીયાધારના ખોડિયાર નગરમાં નવા RCC રોડ પર ભ્રષ્ટાચારના આક્ષેપ*
*ગારીયાધારના ખોડિયાર નગરમાં નવા RCC રોડ પર ભ્રષ્ટાચારના આક્ષેપ*
ગારીયાધાર શહેરના પાલીતાણા રોડ પર આવેલા ખોડિયાર નગર વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલ RCC રોડ અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી ચોમાસા દરમિયાન કાદવ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને રોડ બનાવવાની માંગ ઉઠતી હતી. આખરે રોડ તો બન્યો, પરંતુ કામ પૂર્ણ થયાના ગણતરીના સમયમાં જ રોડની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે.
નવા બનેલા રોડમાં અનેક જગ્યાએ તિરાડો, સપાટી ઉખડવી અને નબળી કામગીરી દેખાઈ રહી છે, જેને લઈને લોકો વિકાસના નામે થતી કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ કરી રહ્યા છે
સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું વિકાસના કામો માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવે છે? જો રોડ એક-બે મહિનામાં જ ખરાબ હાલતમાં આવી જાય તો જવાબદારી કોની કોન્ટ્રાક્ટરની કે પછી સંબંધિત તંત્રની
સ્થાનિકોએ માંગ કરી છે કે સમગ્ર કામગીરીની તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે