logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

મહુવા સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી: દર્દી પર પંખો પડતા મચી દોડધામ.

મહુવા સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી: દર્દી પર પંખો પડતા મચી દોડધામ.

મહુવા શહેરની નવી બનેલી સરકારી હોસ્પિટલમાં આજે એક હૃદયદ્રાવક અને તંત્રની પોલ ખોલતી ઘટના સામે આવી છે. પોતાના નાના બાળકને સારવાર માટે દાખલ કરનાર એક મહિલા દર્દી પર અચાનક ચાલુ પંખો તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મહિલાને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને ટાંકા લેવા પડ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ઈજા એટલી ગંભીર છે કે હાલ તેમને આંખે જોવામાં તકલીફ પડી રહી છે.
નસીબજોગ આ ઘટનામાં માસૂમ બાળકને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? આશ્ચર્યની વાત તો એ છે કે આ હોસ્પિટલના બિલ્ડિંગને બન્યાને હજુ માંડ એક વર્ષ જેટલો સમય થયો છે, ત્યાં જ આવી નબળી કામગીરીના નમૂના જોવા મળી રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા આધુનિક સુવિધાઓના મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ મહુવાની આ હોસ્પિટલની હાલત તંત્રની ઘોર બેદરકારીની સાક્ષી પૂરી રહી છે. હાલ તો આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ અને હોસ્પિટલની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

5
67 views

Comment