પાટણના ખારી ઘારિયાલ ગામે પૂજ્ય માડીશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી જહુ-મેલડી માઁનો ભવ્ય નવરંગા માંડવો યોજાશે: ૨૫૦ કિલો ગુલાબની પાંદડીઓથી થશે અભિષેક.....
પાટણના ખારી ઘારિયાલ ગામે પૂજ્ય માડીશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી જહુ-મેલડી માઁનો ભવ્ય નવરંગા માંડવો યોજાશે: ૨૫૦ કિલો ગુલાબની પાંદડીઓથી થશે અભિષેક.....
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારી ઘારિયાલ ગામ મુકામે તારીખ ૧૭/૦૫/૨૦૨૬ ને રવિવારના રોજ એક અલૌકિક અને ભક્તિમય ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ગુરૂકૃપાના ગોખવાળી મહામાયા, ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી રાજમાન રાજ રાજેશ્વરી ભગવતી શ્રી મેલડી માઁ (સુરત) ના સાન્નિધ્યમાં અને સદ્દ ગુરૂદેવશ્રી શ્રી ૧૦૦૮ શક્તિ પીઠાધિશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના દિવ્ય માર્ગદર્શન હેઠળ આ ભવ્ય નવરંગા માંડવા (રમેણ) નું આયોજન પ.પૂ. માડીશ્રી તથા તેમના પરિવાર દ્વારા તેમના વતન ખાતે કરાયું છે.સુરત અને અન્ય ગામોથી ઉમટશે ભક્ત સમુદાયઆ શુભ પ્રસંગે સુરતથી ખૂબ મોટી સંખ્યામાં શ્રી મેલડી માઁ પરિવારના ભાવિક ભક્તો, ખારી ઘારિયાલ ગામના ગ્રામજનો, આજુબાજુના અનેક ગામોના માઈભક્તો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. પ.પૂ. માડીશ્રી તથા તેમના મોટાભાઈ શ્રી કાંતિભાઈ પટેલના આમંત્રણ (વાયક) ને માન આપીને ગામેગામથી દેવી-દેવતાઓના ભુવાજીઓ અને ઉપાસકો ખાસ પધારશે.૨૫૦ કિલો ગુલાબથી અભિષેક અને દિવ્ય આશીર્વાદઉત્સવની શરૂઆત શ્રી જહુ-મેલડી માઁની વિશેષ પૂજા અને આરતીથી થશે. આ અવસરે ભક્તો દ્વારા પ.પૂ. માડીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી મેલડી માઁને કંકુ-ચોખાથી વધાવી, ફૂલહાર અને લાલ ચૂંદડી ઓઢાડીને ૨૫૦ કિલો ગુલાબની પાંદડીઓથી ભવ્ય અભિષેક કરવામાં આવશે. માંડવામાં ઉપસ્થિત ભુવાજીઓ ગાદી પર બિરાજમાન થતાં જ દેવી-દેવતાઓ હાજરી આપી ભક્તોને આશીર્વાદ આપશે. પ.પૂ. માડીશ્રી પણ તમામ સેવકો અને દીકરા-દીકરીઓને સુખ-શાંતિના આશિષ પાઠવશે.તેલ-ફૂલની વિધિ અને મહાપ્રસાદમાંડવાના દિવસે સાંજે ૦૬:૦૦ કલાકે તમામ ભક્તો માતાજીનો પવિત્ર મહાપ્રસાદ ગ્રહણ કરશે. ત્યારબાદ, બીજા દિવસે સવારે ૦૭:૧૫ કલાકે પૂજ્ય માડીશ્રીની નિશ્રામાં તમામ ભક્તો વાગતા ઢોલે માઁનો જયઘોષ કરતા કરતા ઉગતાપોરની શ્રી મેલડી માઁ અને સૂર્ય નારાયણ દેવને તેલ-ફૂલ આપવા જશે અને વિધિ પૂર્ણ કરી માંડવે પરત ફરશે. આ ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.