logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

તળપદા કોળી પટેલ સમાજનું ગૌરવઃ અગસ્તિ ઈન્ટરનેશનલ સ્કૂલની વિધાર્થીની અદિતિ પટેલનો ધોરણ ૧૦ ની પરીક્ષામાં ઝળહળતો દેખાવ.

તળપદા કોળી પટેલ સમાજનું ગૌરવઃ અગસ્તિ ઈન્ટરનેશનલ સ્કૂલની વિધાર્થીની અદિતિ પટેલનો ધોરણ ૧૦ ની પરીક્ષામાં ઝળહળતો દેખાવ

એસ.એસ.સી. બોર્ડની ધોરણ ૧૦ ની પરીક્ષાનાં પરિણામમાં અંકલેશ્વર નગરની અગસ્તિ ઈન્ટરનેશનલ સ્કૂલની પ્રતિભાવંત વિધાર્થીની અદિતિ ધર્મેશકુમાર પટેલે શાળામાં તૃતિય ક્રમ હાંસલ કરી શાળા, સમાજ તેમજ પરિવારનું ગૌરવ વધારેલ છે.
અંકલેશ્વર નગરની હાંસોટ રોડ સ્થિત ત્યાગીનગર સોસાયટીની રહીશ અદિતિ પટેલે ૬૦૦ માંથી ૫૭૮ ગુણ મેળવી ૯૬.૩૩ ટકા સાથે ૯૯.૭૨ પર્સન્ટાઇલ હાંસલ કરેલ છે. અદિતિએ વિષયવાર પણ ઉત્તમ પ્રદર્શન કરેલ છે. તેણીએ વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ, સામાજિક વિજ્ઞાનમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ તેમજ ગણિત વિષયમાં ૧૦૦માંથી ૯૭ ગુણ મેળવી અપેક્ષિત સિદ્ધિ હાંસલ કરી છે, જે સિદ્ધિનો શ્રેય અદિતિએ પોતાનાં પિતા ધર્મેશકુમાર, માતા અનિલાબેન તથા દાદીમાં રમીલાબેનને આપ્યો હતો. પોતાનાં પ્રતિભાવમાં તેણીએ જણાવ્યું હતું કે મારી સફળતા પાછળ મારા શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન હતું કે જેમણે મને નિયમિત મહેનત અને શિસ્તબદ્ધ અભ્યાસની સતત સલાહ બક્ષી. અદિતિ પટેલની આ ઝળહળતી સિદ્ધિ બદલ તેનાં પરિવારજનો, શાળા પરિવાર સહિત મિત્રમંડળે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

8618 views

Comment