તિરુવનંતપુરમ-નિઝામુદ્દીન રાજધાનીમાં આગ, 68 યાત્રીઓ સુરક્ષિત
મધ્યપ્રદેશ: તિરુવનંતપુરમથી હઝરત નિઝામુદ્દીન જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેન નંબર 12431ના B-1 કોચમાં 17 મે 2026ના રોજ સવારે 5:15 વાગ્યે લુની રિછા અને વિક્રમગઢ આલોટ સ્ટેશનો વચ્ચે આગ લાગી હતી. રેલવેના જણાવ્યા અનુસાર, આગ લાગતા જ ટ્રેન રોકી દેવામાં આવી અને 68 યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
આગ એટલી તીવ્ર હતી કે B-1 કોચ સંપૂર્ણપણે બળી ખાક થઈ ગયો હતો. રેલવે અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી અગ્નિ પર કાબૂ પામ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ ચોક્કસ કારણ માટે તપાસ ચાલુ છે. આ ઘટનાના કારણે દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર કેટલીક ટ્રેનોની અવરજવર અસ્થાયી રીતે રોકાઈ હતી અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રાહત-બચાવ કાર્ય પૂર્ણ કર્યુ છે.