છોટાઉદેપુર ના વસેડી પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા બે યુવાનોના મોત અને એક ઘાયલ
છોટાઉદેપુર ના વસેડી પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા બે યુવાનોના મોત અને એક ઘાયલ
વનાર જામલા રોડ વસેડી નજીક થયેલ ગોઝારા અકસ્માતમા એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ દવાખાને ખસેડવામાં આવી હતી,
કાછેલ ગામે થી છોટાઉદેપુર ખાતે કામ અર્થે આવતા વનાર જામલા રોડ ઉપર વસેડી નજીકમાં
પૂરપાટ ઝડપે ચલાવતા ડોલોમાઈટ પથ્થર ભરેલી ટ્રક ના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને અડફેટે લીધી હતી, મોટર સાયકલ સવાર યુવાનો કાછેલ ગામના લિલેશ રાઠવા અને સંજય રાઠવાને ગંભીર ઇજાઓને થતા ઘટના સ્થળે મોત નીપજ્યુ જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર હેઠળ દવાખાને ખસેડવામાં આવી હતી, આ માર્ગ ઉપર કાયમ બેફામ દોડતા વાહનોના કારણે બે યુવાનોના આજે મોત થતા ગ્રામજનોમા ભારે રોષ જોવા મળ્યો હતો,
આ બનાવની જાણ થતા લોક ટોળા ભેગા થયાં હતા અને પૂરપાટ ઝડપે ચાલતી પથ્થર ભરેલી ટ્રકો સામે રોષ ફેલાયો છે,
અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતમા મરનાર યુવાનોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યા હતા,
અકસ્માત બનાવ અંગે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે,