logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મનપાનાં હાઇડ્રોલિક વિભાગ તરફથી સેન્ટ્રલ ઝોન (દક્ષિણ વિભાગ )વિસ્તારના પાણી પુરવઠા અંગેની અગત્યની જાહેરાત

સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં તા.૧૯/૦૫/૨૦૨૬ના રોજ પાણી પુરવઠો અંશતઃ અવરોધાય/ ઓછા પ્રેશરથી/ નહિવત મળવા અંગેની અગત્યની જાહેરાત.
સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા દ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠતમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હરહંમેશ કટિબદ્ધ છે. સુરત મહાનગરપાલિકાના ઉમરવાડા જળ વિતરણ મથકથી આવતી ૧૨૦૦ મી.મી. વ્યાસની એમ.એસ.લાઇનથી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. સદર ૧૨૦૦ મી.મી. વ્યાસની એમ.એસ. લાઇનમાં સેન્ટ્રલ ઝોન વોલ સીટી વિસ્તારમાં નવાબવાડી રોડ પર, સહારા દરવાજા પાસે થયેલ લીકેજ રીપેરીંગની અગત્યની કામગીરી તા.૧૮/૦૫/૨૦૨૬ સોમવારના રોજ સવારે ૦૮:૦૦ થી તા.૧૯/૦૫/૨૦૨૬ મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાક સુધી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે તા.૧૯/૦૫/૨૦૨૬ મંગળવારના રોજ નીચે દર્શાવેલ વિસ્તારોમાં અપાતો પાણી પુરવઠો સંપૂર્ણ બંધ/ નહિવત મળવાની શક્યતા રહેલી છે.
તા.૧૯/૦૫/૨૦૨૬ મંગળવારના રોજ નીચે મુજબના વિસ્તારમાં પાણી પુરવઠો સંપૂર્ણ બંધ/ નહિવત મળવાની શક્યતા રહેલી છે

સેન્ટ્રલ ઝોન સવારનો સપ્લાય (સમય: ૦૫ થી ૦૮):- (દક્ષિણ વિભાગ) બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળિયા અને તેની આજુબાજુના વિસ્તાર.
ઉપરોક્ત વિગતોની જાહેર જનતાએ નોંધ લઈ જરૂરિયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી છે. નાગરિકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યક્ત કરવામાં આવે છે તથા નાગરિકોને સહકાર આપવા વિનંતી છે.

14
521 views

Comment