logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અમરેલી આરટીઓ કચેરીમાંઅન અધિકૃત વ્યક્તિઓ પર પ્રતિબંધ

*એ.આર.ટી.ઓ કચેરી ખાતે અન અધિકૃત્ત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ*
*૦૦૦૦૦૦૦૦*
*અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામુ : હુકમ ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે*
*૦૦૦૦૦૦૦૦*
*અમરેલી તા. ૧૫ મે, ૨૦૨૬ (શુક્રવાર) -* અમરેલી સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વ્યાજબી કામ સિવાય આવેલા તમામ અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી, જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ની જોગવાઈઓ હેઠળ બહાર પાડવામાં આવ્યું છે.
આ હુકમ ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે તથા તે સજાપાત્ર ઠરશે. આ હુકમ અન્વયે ફરજ પરનાર સહાયક મોટર વાહન નિરીક્ષક (વર્ગ-૩) કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા એ.આર.ટી.ઓ કચેરીના કર્મચારી તથા જિલ્લાના કોઈ પણ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને આ હુકમનો ભંગ કરનાર ઈસમ સામે ફરિયાદ માંડવા માટે અધિકૃત્ત કરવામાં આવે છે. આ હુકમ તા. ૧૦.૦૭.૨૦૨૬ સુધી અમલી રહેશે.

0
0 views

Comment