logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન 2026 અંતર્ગત ભાવનગર મંડળમાં પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી

વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન 2026 અંતર્ગત ભાવનગર મંડળમાં પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી

ભારતીય રેલવે દ્વારા 15 મે થી 5 જૂન 2026 દરમિયાન આયોજિત કરવામાં આવી રહેલા વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાનના પ્રારંભ અવસરે શુક્રવાર, તા. 15 મે 2026ના રોજ ભાવનગર મંડળ રેલ પ્રબંધક કચેરીના પરિસરમાં પ્રતિજ્ઞા ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે શ્રી ઋત્વિક શર્મા, અપર મંડલ રેલ પ્રબંધકે મંડળ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા તથા કુદરતી સંસાધનોના સંવર્ધન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી.
પ્રતિજ્ઞા દ્વારા ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણને પોતાના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા, પાણી અને ઊર્જાની બચત કરવા, પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા, સ્વચ્છતા જાળવવા તેમજ હરિત અને ટકાઉ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો.
આ અભિયાન ભારતીય રેલવેના તમામ મંડળો અને કાર્યશાળાઓમાં 15 મે થી 5 જૂન 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે. તેનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાનો તથા Mission LiFEના સિદ્ધાંતોને જનજન સુધી પહોંચાડવાનો છે. આ અવધિ દરમિયાન જાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, કચરા વ્યવસ્થાપન, પાણી અને ઊર્જા સંરક્ષણ તથા હરિત કામગીરી સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.
ભાવનગર મંડળ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ અભિયાન દ્વારા કર્મચારીઓ તેમજ સામાન્ય જનતામાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવશે.

અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે ભાવનગર મંડલ

5
138 views

Comment