logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અદાણીની 765 કે.વી. લાઇન નીકળી ગઈ અને હવે રિલાયન્સની 400 કે.વી. લાઇન આવવાની છે. ખેડૂતો હવે તૈયાર થઈ જાઓ. ખોબલે ખોબલે ભાજપને મત આપ્યા છે ને, હવે જોઈએ કે

અદાણીની 765 કે.વી. લાઇન નીકળી ગઈ અને હવે રિલાયન્સની 400 કે.વી. લાઇન આવવાની છે.

ખેડૂતો હવે તૈયાર થઈ જાઓ. ખોબલે ખોબલે ભાજપને મત આપ્યા છે ને, હવે જોઈએ કે કયા ધારાસભ્ય, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ખેડૂતોની મદદ માટે આગળ આવે છે.



જમીન, પાણી અને ખેડૂતોના હક્કની વાત આવે ત્યારે માત્ર વચનો નહીં, પરંતુ સાચો સાથ કોણ આપે છે એ સમય બતાવશે.

ખેડૂતો એકતા રાખો, જાગૃત રહો અને પોતાના હક્ક માટે અવાજ ઉઠાવતા રહો.



કલેક્ટરોએ તો જંત્રી ભાવે વળતર ચૂકવવાનો હુકમ પણ કરી નાખ્યો છે, પરંતુ ખેડૂતોની જમીનની સાચી કિંમત, ભવિષ્યનું નુકસાન અને જીવન ઉપર પડતી અસરનું શું?

ખેડૂતોની મંજૂરી વગર અને યોગ્ય વળતર વગર આવા નિર્ણયો લાદવામાં આવશે તો ગામેગામ વિરોધ ઊભો થશે.



હવે સમય આવી ગયો છે કે બધા ખેડૂતો એક થઈ પોતાના હક્ક માટે મજબૂત અવાજ ઉઠાવે.



#bjp #kisan #765kv #400kv #reliance #adani #congress.dheanoj.sagar.

0
65 views

Comment