logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

લાઠી શહેરમાં યુરિયા ખાતર માટે લાગી લાંબી લાઈનો

અમરેલી/લાઠી બ્રેકિંગ

લાઠી શહેરમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા માટે ઉમટી પડ્યા હતા. મળતી માહિતી મુજબ અનેક ખેડૂતો સવારે 5 વાગ્યાથી ખેડૂત સંઘની બહાર લાઈનમાં ઉભા રહ્યા હતા.

ખેડૂતોમાં રોષની લાગણી એ કારણે પણ જોવા મળી હતી કે પ્રતિ ખેડૂત માત્ર બે થેલી યુરિયા ખાતર આપવામાં આવી રહ્યું છે. હાલ ખેતીના મહત્વના સમયગાળામાં ખાતરની માંગ વધુ હોવાથી ખેડૂતો પૂરતું ખાતર ન મળતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

લાઠી સહિત આસપાસના દૂર દૂરના ગામડાંમાંથી આવેલા ખેડૂતોને કલાકો સુધી પોતાની વારો આવવાની રાહ જોવી પડી હતી. ભારે ગરમી વચ્ચે લાંબી લાઈનમાં ઉભા રહેતા ખેડૂતો પરેશાન બન્યા હતા.

ખેડૂતો દ્વારા પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવે અને ખેડૂતોને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

0
14 views

Comment