logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્માના ભાટસર ગામે પિતૃ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ: પિતાની ૩૪મી પુણ્યતિથિએ પ્રજાપતિ પરિવારે યોજ્યો ભવ્ય નવચંડી યજ્ઞ.....

ચાણસ્મા ના ભાટસર ગામના મહિલા સરપંચ જશુમતીબેન પ્રજાપતિના પરિવાર દ્વારા લોકદેવી મોગલ માતાજીના યજ્ઞ સાથે સમસ્ત ગામ માટે સમૂહ ભોજન યોજાયું....

ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે પ્રજાપતિ પરિવાર દ્વારા એક પ્રેરણાદાયી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારે પોતાના પિતાજી સ્વ. રૂગનાથભાઈ જોઈતારામ ભાઈની ૩૪ મી પુણ્યતિથિ નિમિત્તે તેમને અનોખી ધાર્મિક શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પવિત્ર અવસરે પ્રજાપતિ પરિવાર દ્વારા લોક દેવી મોગલ માતાજીનો ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો હતો, જેણે સમગ્ર પંથકમાં ઉત્તમ પિતૃ ભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.શાસ્ત્રોક્ત વિધિ અને આચાર્ય પદઆ ધાર્મિક મહોત્સવના આચાર્ય પદે ચવેલીવાળા વિદ્વાન પંડિત અશોકભાઈ શાસ્ત્રી રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પવિત્ર યજ્ઞમાં હિરેનભાઈ પ્રજાપતિ તથા વિપુલભાઈ પ્રજાપતિ પોતાની પત્નીઓ સાથે મુખ્ય યજમાન પદે ઉપસ્થિત રહ્યા હતા અને આહુતિ આપી હતી.મહાઆરતી અને પૂર્ણાહુતિદિવસભર ચાલેલા આ ધાર્મિક અનુષ્ઠાનના અંતે યજ્ઞકુંડમાં શ્રીફળ હોમ્યા બાદ ભવ્ય મહાઆરતી સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યજ્ઞ નારાયણ ભગવાનના દર્શન કરી ઉપસ્થિત તમામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.સમસ્ત ગામનું સમૂહ ભોજનભાટસર ગામના પંચાયતના મહિલા સરપંચ જશુમતીબેન મનહરભાઈ પ્રજાપતિ તેમજ યજ્ઞના યજમાન મનહરભાઈ પ્રજાપતિના પિતાજીની સ્મૃતિમાં યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે સેવાભાવી આયોજન કરાયું હતું. જેમાં સમસ્ત ગ્રામજનો માટે ભવ્ય સમૂહ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અવસરે પ્રજાપતિ પરિવારના સગાં-વહાલા, સ્નેહીજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

5
664 views

Comment