logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સચિનમાં પ્રથમવાર ભવ્ય ડે-એન્ડ-નાઈટ સિનિયર સિટીઝન્સ ક્રિકેટ મહાકુંભ-2026 સફળતાપૂર્વક યોજાયો

સચિનમાં પ્રથમવાર ભવ્ય ડે-એન્ડ-નાઈટ સિનિયર સિટીઝન્સ ક્રિકેટ મહાકુંભ-2026 સફળતાપૂર્વક યોજાયો
સુરત, તા. 14 મે 2026:
સચિન વિસ્તારમાં પ્રથમવાર વરિષ્ઠ નાગરિકો માટે ભવ્ય ડો. રણજીતસિંહ વાંસીયા મેમોરિયલ સિનિયર સિટીઝન્સ ચેમ્પિયન ટ્રોફી-2026 ડે-એન્ડ-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા ક્રિકેટ મહાકુંભમાં વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ રમતગમત પ્રત્યેનો જુસ્સો અને જીવનપ્રેમ ફરી એકવાર જીવંત કર્યો હતો. માણસનું શરીર વૃદ્ધ થાય, પણ ટ્રોફી જીતવાની ઇચ્છા ક્યારેય નિવૃત્ત થતી નથી. એ વાત અહીં ફરી સાબિત થઈ.
રંગગુરા ટ્રસ્ટ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રમત સાથે આરોગ્ય, મિત્રતા, એકતા અને મનોરંજનનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન વિવિધ ટીમોએ ઉત્સાહભેર સ્પર્ધા કરી હતી તેમજ મહિલા ખેલાડીઓએ પણ સક્રિય ભાગ લઈને કાર્યક્રમને વિશેષ આકર્ષણ આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિજેતા ટીમો અને શ્રેષ્ઠ ખેલાડીઓનું ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સિનિયર સ્પિરિટ એવોર્ડ જેવી વિશેષ માન્યતાઓ દ્વારા વરિષ્ઠ ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સામાજિક આગેવાનો, ટ્રસ્ટીઓ, ડોક્ટરો, ક્રિકેટપ્રેમીઓ તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો.
આ આયોજન દ્વારા સમાજમાં વરિષ્ઠ નાગરિકોને સક્રિય, સ્વસ્થ અને આનંદમય જીવન જીવવા પ્રેરણા મળી હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું.

0
509 views

Comment