logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વાંઝ ગામનું ગૌરવ: પર્વ નીરવભાઈ શાહે સુરતમાં ચમકાવ્યો પ્રતિભાનો પરચો સુરત શહેર તથા વાંઝ ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.

વાંઝ ગામનું ગૌરવ: પર્વ નીરવભાઈ શાહે સુરતમાં ચમકાવ્યો પ્રતિભાનો પરચો
સુરત શહેર તથા વાંઝ ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. વાંઝ ગામના અગ્રણી જાયન્ટ્સ ગ્રુપ સાથે સંકળાયેલા શ્રી ગુણવંતભાઈ શાહના પૌત્ર તથા શ્રી નીરવભાઈ શાહના સુપુત્ર પર્વ નીરવભાઈ શાહે CBSE ધોરણ 12 કોમર્સ પ્રવાહમાં સમગ્ર સુરત શહેરમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.
તે ઉપરાંત પર્વ શાહે એલ.પી. સવાણી ગ્રુપની તમામ શાખાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર, શાળા અને વાંઝ ગામનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે. આજકાલ બાળકો મોબાઈલમાં રીલ્સ સ્ક્રોલ કરતા કરતા ભવિષ્યને airplane mode પર મૂકી દે છે, ત્યારે આવા વિદ્યાર્થીઓ હજુ પણ મહેનત અને એકાગ્રતાથી પરિણામ લખી રહ્યા છે. માનવજાત સંપૂર્ણપણે બગડી નથી, તેનો આ જીવતો પુરાવો ગણાય.
પર્વ શાહની આ સફળતા પાછળ તેમના માતા-પિતા, શિક્ષકો અને પરિવારજનોનું માર્ગદર્શન તથા સતત પ્રોત્સાહન રહેલું છે. તેમની આ સિદ્ધિને પગલે વાંઝ ગામ સહિત સમાજના આગેવાનો અને શુભેચ્છકો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
પર્વ નીરવભાઈ શાહના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

109
6608 views

Comment