logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ખેડૂતો માટે ફરજ પ્રથમ: તળાવની વચ્ચે જઈને યુજીવીસીએલના જાંબાઝ સ્ટાફે વીજ લાઇન રિપેર કરી.....

ખેડૂતો માટે ફરજ પ્રથમ: તળાવની વચ્ચે જઈને યુજીવીસીએલના જાંબાઝ સ્ટાફે વીજ લાઇન રિપેર કરી.....

ચાણસ્મા વીજ કચેરીના કર્મચારીઓએ ગઈકાલે ૧૩ મે ૨૦૨૬ના રોજ પોતાની ફરજ પ્રત્યે અદભુત નિષ્ઠા અને બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેને લઈને સમગ્ર પંથકમાં તેમના આ બાહોશ પ્રયત્નને ભારે બિરદાવવામાં આવી રહ્યો છે.મળતી માહિતી મુજબ, ગઈકાલ રોજ ૧૧ કેવી (11Kv) ખોરસમ ખેતીવાડી ફીડર લાઇન ભારે ફોલ્ટમાં આવી ગઈ હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે આ લાઇનનો એક મુખ્ય વીજ પોલ (થાંભલો) સ્થાનિક તળાવની બિલકુલ વચ્ચે આવેલો છે. આ થાંભલા પરથી મુખ્ય વીજ વાયર છૂટો પડીને નીચે ઉતરી ગયો હતો. જેના કારણે ખેતીવાડીનો વીજ પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ ગયો હતો.તળાવમાં પાણી હોવા છતાં અને પરિસ્થિતિ જોખમી હોવા છતાં, ચાણસ્મા વીજ કચેરીના કર્મનિષ્ઠ કર્મચારીઓ પાછા હઠ્યા નહોતા. સ્ટાફના જાંબાઝ સભ્યોએ ખેડૂતોના પાક અને વીજ જરૂરિયાતને ધ્યાને રાખી તળાવના પાણીને વટાવીને વચ્ચે સુધી જવાનો મક્કમ નિર્ણય કર્યો હતો.વીજ કર્મચારીઓએ જીવના જોખમે તળાવ વટાવી, વીજ પોલ પર ચડીને છૂટા પડેલા વાયર ને યોગ્ય રીતે ફિટ કર્યો હતો. કર્મચારીઓની આ ભારે જહેમત બાદ લાઇન ચાલુ કરવામાં આવી હતી અને પાવર સપ્લાય પુનઃ કાર્યરત કરાયો હતો. વીજ કંપનીના સ્ટાફની આ સમયસૂચકતા, બહાદુરી અને ફરજ પરસ્તતા જોઈને સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ તમામ કર્મચારીઓનો આભાર માની તેમની કામગીરીને દિલથી બિરદાવી છે.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

0
0 views

Comment