મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના રાજુલા ખાતે નિર્મિત 100 બેડની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું; મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલની વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી, પંથકના નાગરિકોના નિરામય ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી
રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત આ 100 બેડની હોસ્પિટલમાં OPD, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી, બાળરોગ સહિત આશરે 10 જેટલી મલ્ટી સ્પેશ્યાલિટી આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ થશે; રાજુલા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને ઘર આંગણે જ ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહેશે...