logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત: ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ વાંઝ ગામના પ્રશ્નો સાંભળ્યા

સુરત : ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સમક્ષ વાંઝ ગામના આગેવાનો અશોકભાઈ પટેલ અને દીપકભાઈ ગાંધી દ્વારા ગામના વિવિધ જાહેર પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.ગામજનોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા મુદ્દાઓ અંગે ધારાસભ્યશ્રીએ ગંભીરતા દાખવી હતી. ખાસ કરીને વરસાદ પછી રસ્તા, નહેર અને ગળનાળાની સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં વાંઝ-ખરવાસા રોડ પર નહેરના ગળનારાની સુરક્ષા દિવાલ બનાવવાની માંગ, વાંઝ-વકતાણા કેનાલ રોડ પર પાઇપ નાંખી સુરક્ષા દિવાલ બનાવવા અને વાંઝ-વકતાણા રોડ પર દૂધીબા ફાર્મ પાસે ગળનાળાને વધુ ઊંચું કરી ત્રણ બોક્સવાળું બનાવવાની માંગ સામેલ હતી. ધારાસભ્યશ્રીએ આમાંથી બે મુદ્દાઓ માટે અધિકારીઓ સાથે સ્થળ પર મુલાકાત કરી અને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ આપ્યા છે. આગેવાનો દ્વારા ધારાસભ્યશ્રીનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

5
42 views

Comment