logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચોર્યાસીના ધારાસભ્ય શ્રીસંદીપભાઈ દેસાઈએ વાંઝ ગામના પ્રશ્નો માટે સ્થળ મુલાકાતે અધિકારીને મોકલીયા

સુરત: ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સમક્ષ વાંઝ ગામના અગ્રણીઓ શ્રી અશોકભાઈ પટેલ અને શ્રી દીપકભાઈ ગાંધી દ્વારા ગામના વિવિધ જાહેર પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોની સુરક્ષા અને સુવિધા માટે માર્ગો, નહેર અને ગળનાળાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ધારાસભ્યશ્રીએ ગંભીરતા દાખવી હતી.

રજુઆતમાં વાંઝ-ખરવાસા રોડ પર નહેરની સુરક્ષા દિવાલ, વાંઝ-વકતાણા કેનાલ રોડ પર પાઇપ નાંખીને સુરક્ષા દિવાલ બનાવવાની માંગ અને વાંઝ-વકતાણા રોડ પર દૂધીબા ફાર્મ પાસે ગળનાળાને વધુ ઊંચું અને ત્રણ બોક્સવાળું બનાવવાની વિનંતી કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીએ આ મુદ્દાઓ માટે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ આપી હતી. ગામના આગેવાનો દ્વારા આ પ્રયાસ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

2
26 views

Comment