logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

જીવદયાનો અનોખો સંગમ: ચાણસ્માની ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી શ્વાન સેવા માટે ૨૨ હજારની સહાય અર્પણ..... જીવદયા અને ખેલદિલીનો અનોખો સંગમ.

જીવદયાનો અનોખો સંગમ: ચાણસ્માની ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી શ્વાન સેવા માટે ૨૨ હજારની સહાય અર્પણ.....

જીવદયા અને ખેલદિલીનો અનોખો સંગમ.

ચાણસ્મા ખાતે ગૌ માતા તથા અબોલ જીવોના લાભાર્થે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ રમત-ગમતની સાથે સમાજમાં જીવદયાની ભાવના જગાડવાનો અને અબોલ જીવોની સેવા કરવાનો હતો.આ ટુર્નામેન્ટ દરમિયાન એકત્ર થયેલા સેવાકીય ફંડમાંથી ગઇકાલે ૨૨ હજાર નું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉદારમન ધરાવતા દાતાશ્રીઓના સહયોગથી કુલ રૂ. ૨૨ હજાર જેવી માતબર રકમનું વિતરણ નીચે મુજબ કરવામાં આવ્યું છે:
૧. રૂ. ૧૧,૦૦૦/- : સમસ્ત ચાણસ્મા આયોજિત 'કૂતરા ના રોટલા ઘર' માં અર્પણ કરવામાં આવ્યા.
૨. રૂ. ૧૧,૦૦૦/- : 'જય ગિરનારી શ્વાન સેવા મંડળ', ચાણસ્માને સેવાકીય કાર્યો માટે અર્પણ કરવામાં આવ્યા.
ટુર્નામેન્ટના આયોજકોએ જણાવ્યું હતું કે,અબોલ જીવો પ્રત્યેની આ સેવા દાતાશ્રીઓની ઉદારતા વિના શક્ય નહોતી. આ ઉમદા કાર્યમાં સહભાગી થનાર તમામ દાતાશ્રીઓની ઉદારતાને આયોજકો અને નગરજનોએ કોટી કોટી વંદન કરી અનુમોદના વ્યક્ત કરી હતી. ચાણસ્મા પંથકમાં આ સેવાયજ્ઞની ભારે પ્રશંસા થઈ રહી છે.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

29
1516 views

Comment