logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકા કમિશ્નર એમ. નાગરાજન દ્વારા સરહાનીય કામગીરી વિઝિટર્સ હેલ્પ ડેસ્ક શરૂઆત.

સુરત મહાનગરપાલિકાના કમિશ્નરની કચેરી ખાતે નાગરીકોને ઝડપી, પારદર્શક, સુવ્યવસ્થિત, જવાબદાર અને અસરકારક સેવા પ્રદાન કરવા હેતુસર વિઝિટર્સ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પ ડેસ્ક દ્વારા નાગરિકોને વિવિધ નાગરિક સેવાઓ અંગે માર્ગદર્શન, માહિતી, સહાય તેમજ સમસ્યાઓના સમયસર નિવારણની સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવશે.
દર સોમવારે મુલાકાત માટે આવતા વિઝિટર્સની રજૂઆતો, અરજીઓ અને ફરિયાદોનું ત્વરિત અને અસરકારક નિરાકરણ કરવામાં આવશે.
હેલ્પ ડેસ્ક દ્વારા નાગરિકોને જરૂરી, યોગ્ય અને સચોટ માહિતી પૂરી પાડવામાં આવશે તેમજ સંબંધિત વિભાગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
નાગરિકોની અરજીઓ સ્વીકારી તે સંબંધિત વિભાગ સુધી સમયસર પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે.
પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા નાગરિકો સાથે સરળતાથી સંવાદ કરી મહત્વપૂર્ણ સૂચનાઓ, જનજાગૃતિ સંદેશાઓ તથા માર્ગદર્શનો પ્રસારિત કરવામાં આવશે.
VMS (Variable Message System) મારફતે સુરત મહાનગરપાલિકાની વિવિધ જાહેર સેવાઓ, યોજનાઓ, અભિયાનો અને મહત્વપૂર્ણ માહિતી ડિજિટલ ફોર્મેટમાં પ્રદર્શિત કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા સુપર હીરોઝ સિરીઝ અંતર્ગત ઉત્કૃષ્ટ સહભાગિતા, સેવાભાવ અને નાગરિક જવાબદારી બદલ વિઝિટર્સ હેલ્પ ડેસ્ક દ્વારા માન. કમિશ્નરના હસ્તે નાગરિકોને સન્માનિત કરવામાં આવશે.
નાગરિકોને વધુ સુલભ, વિશ્વસનીય અને નાગરિકકેન્દ્રિત સેવા ઉપલબ્ધ થાય તે હેતુસર હેલ્પ ડેસ્ક ખાતે તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા નાગરિકોને વધુ સારી, સરળ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત સેવા પ્રદાન કરવા સતત પ્રતિબદ્ધ છે તેમજ નાગરિક સુવિધાઓમાં ગુણવત્તાયુક્ત સુધારા લાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

9
620 views

Comment